Tuesday, September 10, 2013

Diet Palak Cryspy

ડાયેટ પાલક ક્રિસ્પી
સામગ્રી :-
1 જુડી પાલક અથવા 2 કપ પાલક
1 કપ કોથમરી
2 નાના  ટમેટા
200 ગ્રામ છીણેલું પનીર
2 મીડીયમ ગાજર
1 કપ લીલા વટાણા 
1
કપ કોથમરી
કપ છીણેલી દૂધી
1 ચમચી ખાંડ 
1
નંગ  નાનો સમારેલો આદુ
2 થી 3 લીલાં મરચાં
3 થી   કળી  લસણ
2
ચમચ નાળિયેરનું ખમણ
1 ચમચો તલ 
2 ચમચો તેલ
ચપટી હિંગ
મીઠું સ્વાદ અનુસાર
નાચણી  ચોખા બાજરી જુવાર ઢોકળાનો ચણા ની દાળ નો અને થોડો ઘઉં નો મિકસ લોટ
લોટ નો માપ નથી તે કબાબ ની બાંધણી કરી શેકી શકાય તેટલો  નાખવો
ગ્રીસિંગ માટે :- તેલ
શેકવા માટે :- તેલ અથવા બટર 
સર્વ કરવા માટે: ચટણી  સોસ અથવા  દહીં

બનાવાની રીત :
સૌ પ્રથમ ટમેટા,  લીલા વટાણા,  ગાજર, પાલખ ના પાન, કોથમરી,  નાનો સમારેલો આદુ, લસણ, લીલાં મરચાં, સ્વાદ અનુસાર મીઠું ,ખાંડ, ઉમેરી  મિક્ષ્ચર માં પીસી લો.
હવે પીસેલા શાકભાજી ની પેસ્ટ  તેમાં મીઠું, થોડોક તેલનું મોણ,  તલ,  નાળિયેરનું ખમણ, છીણેલું પનીર   છીણેલી દૂધી ઉમેરી તેમા કબાબ ની બાંધણી કરી શેકી શકાય તેટલો  મિકસ લોટ ઉમેરી નરમ કણક બાંધવી.
તૈયાર કરેલી કણકમાથી નાના ગોળ ચપટા કબાબ બનાવીતેલ વડે ગ્રીસિંગ કરી તપેલામાં અથવા કૂકરમાં ઢોકળા બાફીએ તેમ 20 મિનીટ વરાળથી બાફી લો.
ત્યાર પછી બફાએલા કબાબ ને નોનસ્ટીક તવી પર એકદમ થોડુક બટર કે તેલ મૂકી લાલાશ પડતા શેકી લેવા જેથી તે ક્રિસ્પી થશે.
તૈયાર  છે  ગરમાગરમ ડાયેટ  પાલક ક્રિસ્પી જે તમે  દહીં સોસ  અથવા ચટણી સાથે સર્વ કરી શકો છો. 
ડાયેટ  પાલક ક્રિસ્પી ઠંડા પણ સરસ લાગે છે.  જે તમે સાંજના જમવામાં બાળકોના ટીફીન માં અને નાસ્તામાં ચા સાથે  પણ ખાઈ અને ખવડાવી શકો છો.
તેમજ આના પર તમે મીઠી ખજુર,આંબોળિયાની ચટણી , લીલી ચટણી, લસણ ની ચટણી, વલોવેલું દહીં રેડી તેની પર સેવ ટામેટા,કાંદા,કોથમીર, નાળિયેરનું ખમણ અને દાડમ ના દાણા વડે ગાર્નીશ કરીને પણ  સર્વ કરી શકો છો.
જાગૃતિ કલ્પેશ ગંગર
9702490555





Masaledar Hariyali Paratha

મસાલેદાર હરિયાળી પરાઠા
સામગ્રી :-
2 નાના  ટમેટા
200 ગ્રામ છીણેલું પનીર
2 મીડીયમ સીમલા મિર્ચ 
2 મીડીયમ ગાજર
1 કપ ફ્રેંચ બીન્સ સમારેલા ટુકડા 
1 કપ લીલા વટાણા 
1
કપ પાલખ ના પાન
1 કપ કોથમરી
1 ચમચી ખાંડ 
1
નંગ  નાનો સમારેલો આદુ
2 થી 3 લીલાં મરચાં
3 થી   કળી  લસણ
2
ચમચ નાળિયેરનું ખમણ
1 ચમચો તલ 
2 ચમચો તેલ
મીઠું સ્વાદ અનુસાર
ઘઉં નો લોટ માપ નથી તે પરોઠા વણી શેકી શકાય તેટલો  નાખવો
પરાઠા શેકવા માટે :- તેલ અથવા બટર 
સર્વ કરવા માટે: ચટણી  અથવા  દહીં

બનાવાની રીત
સૌ પ્રથમ ટમેટા, ફ્રેંચ બીન્સ , લીલા વટાણા,  ગાજર, પાલખ ના પાન, કોથમરી,  નાનો સમારેલો આદુ, લસણ ,લીલાં મરચાં ,સ્વાદ અનુસાર મીઠું ,ખાંડ, અને થોડોક તેલ  ઉમેરી  મિક્ષ્ચર માં પીસી લો.
ઘઉંનો લોટ લઈ તેમાં મીઠું, થોડોક તેલનું મોણ,  તલ,  નાળિયેરનું ખમણ, છીણેલું પનીર  અને પીસેલા શાકભાજી ની પેસ્ટ  ઉમેરી પરોઠા જેવો લોટ બાંધવો.
લોટ બંધાઈ જાય એટલે પરોઠા વણી તવી પર બટર કે તેલ મૂકી શેકી લેવા.
તૈયાર પરોઠા ને ઉપર થી બટર મૂકી ગરમ ગરમ દહીં  અથવા ચટણી સાથે સર્વ કરો. 
જાગૃતિ કલ્પેશ ગંગર





Friday, August 5, 2011

Special Badami Halwa on Rakhi

Ingredients:
Aaralout flour          1 cup
Sugar                 2 cups
Water                 2 cups
Dalda or ghee 1/2 cup
Colour(any)     1/6 tsp
Lemon juice    1 tsp
Sliced Almonds 5-6 piece
Sliced Cashew-nuts Pieces

How to  Prepare :-
 
  1. Mix arrowroot with water to form thin batter.
  2. Heat 2 tsp ghee and add above mixture 
  3. Add sugar, colour,lemon juice,badam pieces in the batter
  4. stir continuously on low flame to avoid lumps,
  5. When the mixture leaves the side of the container,
  6. then add further some Almonds pour in greased thali and allow to cool.
  7. Cut into pieces.
Badami halwa is ready.